ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહે 4 માર્ચના રોજ ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલ પહેલા ભારતીય ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. ઈજા બાદ તે પહેલી વખત નેટમાં બોલિંગ કરતા જોવા મળ્યો છે. તે છેલ્લા એક મહિનાથી ક્રિકેટથી દુર હતો. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં પહેલા જ સ્થાન બનાવી ચૂકી છે. હજુ ગ્રુપ સ્ટેજમાં એક મેચ બાકી છે. જે 2 માર્ચના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાશે. ત્યારબાદ ભારતીય ટીમને 4 માર્ચના રોજ દુબઈમાં સેમિફાનલ મેચ રમવાની છે. આ મહત્વની મેચ પહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ભારતીય ચાહકોને એક ગુડ ન્યુઝ આપ્યા છે.તેમણે બેંગ્લુરુમાં નેશલ ક્રિકેટ એકેડમીમાં બોલિંગ શરુ કરી દીધી છે. બુમરાહે આનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, શું બુમરાહ સેમિફાઈનલ પહેલા તેની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થશે ?