વિકી કૌશલની ફિલ્મ 'છાવા' રિલીઝ થયાને 3 દિવસ થઈ ગયા છે અને માત્ર 3 દિવસમાં જ આ ફિલ્મે એવા રેકોર્ડ્સનો બનાવી દીધો છે જેની કલ્પના પણ વિકી કૌશલે નહીં કરી હોય. તેમજ આ ફિલ્મ વિકી કૌશલના કરિયરની હિટ ફિલ્મ પણ બનાવ જઈ રહી છે. ફિલ્મ 'છાવા' વિકી કૌશલની અત્યાર સુધીની સૌથી ઝડપથી કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ છે. જો તે આ રીતે રેકોર્ડ તોડતો રહેશે, તો તે તેના કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ સાબિત થઈ શકે છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત વિકી કૌશલ અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'છાવા' બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. વેલેન્ટાઇન ડે પર રિલીઝ થયા પછી, ફિલ્મે પહેલા જ દિવસે બમ્પર કમાણી કરી રહી છે. સાથે ફિલ્મની કમાણી દરરોજ વધી રહી છે. વિકી કૌશલની ફિલ્મ છાવા હાલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ તેના કરિયરની બેસ્ટ ફિલ્મ બની છે. રિલીઝના પહેલા 3 થી 4 દિવસમાં છાવા ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુનો કારોબાર કરી ઈતિહાસ રચી દીધો છે. ગજબની વાત તો એ છે કે, છાવાના પ્રથમ વીકએન્ડની કમાણી વિકી કૌશલના કરિયરની સૌથી હિટ ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ વિકી કૌશલની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મની સાથે સાથે મોટી વીકએન્ડ ઓપનર ફિલ્મ પણ બની છે.